Contact On : +91 99095 20165 or Mail To : pss.purusharth@gmail.com

President’s Massage

``Something Think Incredible and Beyond the Level``

If you think, you can you can
but
If you think, you can't you can't.

             વિચારવાન વ્યક્તિના વિચારો આપણા જીવનને ઉજાગર કરે છે. ચારિત્ર્યવાન વ્યક્તિના જીવનના પ્રસંગો આપણા જીવનને સુગંધીતતા આપે છે. ત્યારે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ દ્વારા વિદ્યાર્થી, કર્મચારી તથા વાલી પરિવારને ઓજસ અને સુવાસ મળશે તેવી શ્રદ્ધા છે.

                       વ્યક્તિત્વને ઉજાળે તે વિદ્યા, વ્યક્તિત્વને ઉજાડે તે અવિદ્યા.
ચાલો , વ્યક્તિત્વને ઉજાગરનારી વિદ્યાના ઉપાસક બનીએ.

                                ।। ભવતું સર્વ મંગલમ ।।

Some Massage From Our Trusty

પુરુષાર્થ શાળા દ્વારા અનેકવિધ સમાજલક્ષી અને વિકાસલક્ષી પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓનું સરસ ઘડતર થઈ રહ્યું છે. કંઈક નવું શીખવાની-કરવાની તાલાવેલી અને ઉત્સાહ અહીંનો મજબૂત આધાર બની રહશે
મુળુભાઈ બેરા

મુળુભાઈ બેરા

(ચેરમૈન શ્રી ગ્રામગૃહ નિર્માણ બોર્ડ)
આપણો દેશ આજે માત્ર રાજ્ય છે, તે રાષ્ટ્ર ક્યારે બને? રાષ્ટ્ર એને કહેવાય જેમાં સુસંવાદિતા અને પ્રત્યેક પ્રજાજનને નાગરિક તરીકેની એની આગવી ગરિમા હોય, શિક્ષણ સંસ્થાની જવાબદારી સંતાનોને નાગરિક બનાવવાની છે. પુરુષાર્થ વિદ્યાલય ભાણવડ આવી સેવા બજાવતી એક ઉત્તમ શિક્ષણ સંસ્થા છે. એના ટ્રસ્ટી અને સંચાલક ભીમશીભાઈ કરમુર, શિક્ષણને સમર્પિત ખાદીધારી યુવા છે. ખાદી એટલે વિચાર, ભીમશીભાઈ સદ્દભાવથી સર્વોદયને ઝંખતા વિચારને વરેલા સંચાલક છે. એનું એક સ્વપન છે : સમાજમા મમતા અને મમતાની સુવાસ હોય, સતા અને સંપત્તિની નહિ, સંસ્કારથી જેનું શિર ઉંચુ હોય એવા નાગરિક નું ઘડતર એમનું જીવનધ્યેય છે. સુખદ આશ્ચર્ય તો એ છે કે પુરુષાર્થ વિદ્યાલયનો પ્રત્યેક કર્મચારી આ ધેય્યમાં સહભાગી છે. અહીં એક સત્ર પૂરું કરાનાર વિદ્યાર્થી પણ પરિવારનો બની રહે છે. આવા આ પુરુષાર્થ પરિવારને લાખ લાખ દુવા.
નરોત્તમ પલાણ સાહેબ

નરોત્તમ પલાણ સાહેબ

(ઇતિહાસ વિદ્દ )
શાળાનું વાતાવરણ અને શિક્ષણનું વર્તન પ્રેમાળ હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં આકર્ષણ જાગશે. શાળાનું પર્યાવરણ ગુરુત્વાકર્ષણ જેવું હોય છે. જ્યાં વિદ્યાર્થી સ્વયં ખેંચાઈને શાળાએ આવવા આકર્ષયાય. પુરુષાર્થ શૈક્ષણિક સંસ્થા મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે આવું ગુરુત્વાકર્ષણ છે. આ સંસ્થાને હું સ્કૂલ કહેવા કરતા પ્રયોગશાળા કહેવાનું  પસંદ કરીશ. શિક્ષણ અને શિક્ષક પ્રોયગલક્ષી જ હોવા જોઇએ.
સમણ શ્રુતપ્રજ્ઞજી

સમણ શ્રુતપ્રજ્ઞજી

(ફાઉન્ડર પીસ ઓફ માઈન્ડ રાજકોટ)
Main Office:

Near G.E.B.

Menaka Ground, Bhanvad -360510

Contact Us:

+91 94269 94808
+91 99095 20165

pss.purusharth@gmail.com

Design & Devloped  By : DHANINFOLINE