Principal's Message

 ” આચાર્યએ કેળવણીનો જયોતિર્ધર”

શિક્ષણ ( કેળવણી ) એટલે પૂર્વથી જ માનવામાં આવી રહેલી પૂર્ણતાની અભિવ્યકિત શું કેળવણી ગ્રંથોનો ( પુસ્તકોનો ) અભ્યાસક્રમ છે. ” ના ”

 વિવિધ પ્રકાર તો જ્ઞાન છે. ? ” ના ”

કેળવણી એટલે અભ્યાસથી ઈચ્છાશકિતનો પ્રવાહ અને અભિવ્યકિતને નિયંત્રણમાં લાવીને વનને ઉપયોગી તેમજ ફળદાયી બનાવી શકાય તે એટલે કેળવણી.

“શબ્દભંડોળ ભેગુ કરવું એ કેળવણી નથી ”

આજનું શિક્ષણ માણસને યંત્રવંત્‌ બનાવતુ જાય છે ત્યારે આ સંસ્થા સ્વયમશિસ્ત સાથે શિક્ષણની ખૂબ જ આગ્રહી છે કારણ કે, ” શિસ્ત એજ પારસમણી ”

હું આ સંસ્થામાં તા.૦ર/૦ર/ર૦૦૮ના રોજ જોડાઈ ત્યારથી અત્યાર સુધીમાં મે ગૃહમાતા, ગૃૃહપતી, શિક્ષક, કલાર્ક અને છેલ્લા ૩ વર્ષથી પ્રધાન આચાર્યા તરીકે ફરજ બજાઉ છું .

મારો એક મંત્ર બાળકોનો સર્વાંગિણ સાધવાનો જ છે.

આ શાળા હંમેશા સમય સાથે પરિવર્તન પામતી રહી છે અને ર બાળકોથી શરૂ થયેલ શાળામાં આજે ૯પ૦ બાળકો સુંદર રીતે મૂલ્યનિષ્ઠ કેળવણીથી કેળવાય રહ્યા છે.

સાથે – સાથે મારો સૌને આ સંદેશ છે કે કોઈ માણસ તમારી પાસે ત્રણ કારણોથી આવે છે. ભાવથી, અભાવથી અને પ્રભાવથી. ભાવથી આવે તો તેને પ્રેમ આપજો. અભાવથી આવેતો તેને મદદ કરજો. પ્રભાવથી આવેતો પ્રસન્ન થશો